વડાપ્રધાન મોદી આજે રવિવારે ઉમસાવલી ખાતે IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ-ડિંગપાસોહ રોડનું લોકાર્પણ પણ કરશે, આ રોડને કારણે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશીપને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ સિવાય તેઓ ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં ચાર અન્ય મહત્વના રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.