દિલ્હીમાં શિયાળાના વેકેશન બાદ ઘણી જગ્યાએ શાળાઓ ખુલી રહી છે. એક તરફ સમગ્ર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે જેના કારણે જનજીવન પર પણ અસર પડી રહી છે. આ વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભવ્ય રોડ શો કરશે. આ ઉપરાંત મોદી આજે ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ ભાગ લેવાના છે. રાજધાની દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી આ રોડ શો યોજાશે જેમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. આ રોડ શો બપોરે 3.00 વાગ્યાની આસપાસ શરૂ થશે.