ગુજરાતની 23મી ઓગસ્ટે એક દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસી કરવાના છે. જે સમયે તેઓ આગામી લોકસભા ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. પીએમ મોદી ગાંધીનગરમાં એફએસએલનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે ચર્ચા કરશે. ડિનર દરમિયાન મોદી લોકસભાની તૈયારીઓ, ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરશે.