વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ (France Visit)મેક્રોનના આમંત્રણ પર સોમવારથી ત્રણ દિવસની ફ્રાંસની મુલાકાતે જશે. તેઓ 11 ફેબ્રુઆરીએ મેક્રોન સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરશે. AI સમિટ પછી PM મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન ભારત-ફ્રાન્સ CEO ફોરમને સંબોધિત કરશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત પણ થશે.