વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને 4 દિવસના વિદેશ પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ 9 ફેબ્રુઆરીએ રવાના થશે. આ દરમિયાન તેઓ પેલેસ્ટાઈન, ઓમાન અને યુએઈ જશે. ઇઝરાયેલ અને પેલસ્ટાઈન વચ્ચે સારા સંબંધ નથી. ત્યારે ઇઝરાયેલની સાથે પેલેસ્ટાઈન સાથે પણ સારા સંબંધ બની રહે તેવા પ્રયાસ પીએમ નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસ દરમ્યાન કરશે તેમ જાણવા મળે છે.