વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) શુક્રવારે ગોરખપુર અને લખનૌ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. અહીંથી જોધપુર અમદાવાદ વચ્ચે ચાલી રહેલી વંદે ભારતને પણ રવાના કરશે. આ સિવાય પીએમ મોદી 7મી જુલાઈએ ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ કરશે. સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે લગભગ 20 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. રેલવે અનુસાર, ગોરખપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની યોજના છે. આ યોજના હેઠળ પીએમ તેનો શિલાન્યાસ કરશે. આ સૌથી સુંદર રેલવે સ્ટેશન હશે. આ સાથે ગોરખપુરને ધાર્મિક શહેર તરીકે વિકસાવવામાં આવશે.