પીએમ નરેન્દ્ર મોદી પર દેશના ટોચના ઉદ્યોગપતિઓને જ લાભ કરાવવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ રવિવારે રાયબરેલીમાં જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી દેશની બધી જ સંપત્તિ ચાર અથવા પાંચ ધનિકોને આપી દેશે. બીજીબાજુ રાહુલ ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરી પર ફરી એક વખત ભાર મૂકતા કહ્યું, અમે દેશનો 'એક્સ-રે' કરાવીશું.