વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે કેરળની મુલાકાતે છે, જ્યાં તેઓ રાજ્યને પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ આપશે. PM મોદી તિરુવનંતપુરમ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. આ સિવાય તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. મંગળવારથી શરૂ થનારી વંદે ભારત એક્સપ્રેસ તિરુવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે.