બીજીવખત વડાપ્રધાન બન્યા પછી મોદી ફરી નજીકના દિવસોમાં ત્રણ વખત ગુજરાત આવશે. ત્રણેય મુલાકાત વખતે અધિકારીઓની લેફ્ટ-રાઈટ લે તેવો તખ્તો ઘડાયો છે. પહેલીવાર PM મોદી ગુજરાતમાં કેવડિયા કોલોનીના પ્રવાસે આવશે. કેવડિયા કોલોની ખાતે ચિંતન શિબિર બોલાવી છે. આ શિબિરમાં વિદેશમાં રહેતા તમામ ભારતીય રાજદૂતોને હાજર રાખવામાં આવશે. PM મોદીની તમામ રાજદૂતો સાથેની આ ચિંતન શિબિર બે દિવસ સુધી ચાલશે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં આ ચિંતન શિબિર યોજાશે.
વડાપ્રધાન મોદીની બીજી મુલાતકાત આગામી 2 ઓક્ટોબરના દિવસે હશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીના રાષ્ટ્રવ્યાપી ઉજવણીની મંડાણ કરાવશે. સ્વચ્છ ભારત અભિયાનની પણ શરૂઆત કરાવશે. આ બંને કાર્યક્રમો ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના દિવસે ફરી ગુજરાત આવશે. ત્યારે તેઓ ફરી કેવડિયા કોલોની ખાતે આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. જેવી સનદી અધિકારીઓની તમામ કેડર સાથે એક બેઠક કરશે.