લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદ આવી શકે છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને PM મોદી લીલીઝંડી આપી શકે છે. સાથે જ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરી શકે છે.
કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
સાબરમતી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ શકે છે.
રૂપિયા થઈ ગઈ. જ્યારે ચેન્નાઈમાં માર્ચ મહિનામાં આ 23.5 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને તેની કિંમત 1960.50 રૂપિયા થઈ ગઈ છે