વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસીય મુલાકાત માટે એથેન્સ પહોંચ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં એનઆરઆઈ રસ્તાઓ પર તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ભારતીય સમુદાયે પીએમ મોદીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કર્યું હતું. પીએમ મોદી લોકોને પણ મળ્યા હતા.
40 વર્ષ બાદ કોઈ ભારતીય પીએમ ગ્રીસ પહોંચ્યા છે. આ પહેલા 1983માં ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે ગ્રીસની મુલાકાત લીધી હતી. PM મોદી દક્ષિણ આફ્રિકામાં BRICS સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. આ મુલાકાત ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર છે