વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ઉપરાંત તેમની પર એક વેબ સીરિઝ પણ ટૂંક સમયમાં દર્શકો સામે આવશે. આ વેબ સીરિઝ ઉમેશ શુક્લા અને આશિષ વાઘ મળીને બનાવી રહ્યાં છે. આ વેબ સીરિઝનું નામ 'મોદી' છે. ઇરોઝ નાઉની આ વેબ સીરિઝ એપ્રિલમાં શરૂ થશે. મનાય છે કે, એપ્રિલમાં લોકસભા ચૂંટણીની આસપાસ જ તેને રીલિઝ કરવામાં આવશે.
ફિલ્મ ક્રિટિક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વેબ સીરિઝનું પોસ્ટર શેર કરતાં માહિતી આપી હતી કે, આ સીરિઝમાં PM મોદીના પાત્રમાં મહેશ ઠાકુર જોવા મળશે. આ સીરિઝ દસ ભાગમાં હશે. જણાવી દઈએ કે, 'ઓહ માય ગોડ' અને '102 નોટ આઉટ' જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા ઉમેશ શુક્લા આ વેબ સીરિઝને લઇને ઘણાં જ ઉત્સાહિત છે.
ઉલ્લેખનીય છે કે, આ વેબ સીરિઝમાં PM મોદીના બાળપણથી લઇને તેમના રાજકીય સફર સુધીની કહાણી બતાવવામાં આવશે.
આ સીરિઝની સ્ક્રીપ્ટ મિહીર ભૂટા અને રાધિકા આનંદે લખી છે. આ વેબ સીરિઝના દરેક એપિસોડ લગભગ 35થી 40 મિનિટના હશે. આ વેબ સીરિઝનું શૂટિંગ ગુજરાત, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, દિલ્હી તેમજ કાશ્મીરના રીયલ લોકેશન પર કરવામાં આવ્યું છે.