-
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 9 ડિસે.ના રોજ મતદાન થયું ત્યાં સુધી સાહેબનો અવાજ બરાબર હતો. સિંહ ગર્જના કરતા હતા. ગાજી ગાજીને જનસભાઓ સંબોધી. કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ઉંચકી ઉંચકીને પટક્યા.. પટક્યા...પટક્યા..અને 89 બેઠકોનું મતદાન પુરૂ થતાં સાહેબનો અવાજ ધડામ દઇને શિયાળામાં પારો (પારો એટલે મર્ક્યુરી પેલી દેવદાસ વાળી નહીં હોં..) નીચે ઉતરે તેમ અવાજ બેસી ગયો....! 10મીએ તેઓ ચાર સભાઓને સંબોધવા ગુજરાત આવ્યાં. પ્રથમ સભા પાલનપુરમાં થઇ અને તેમણે બોલવાનું શરૂ કરતાં મંચ પર બિરાજમાન ઉમેદવારો અને નેતાઓનો ગભરાયા. અરે, આ શું? આ સાહેબનો અવાજ કેમ આમ કેમ છે? સાહેબે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. મન કી બાતનો વોલ્યુમ વધારવાનો પ્રયાસ કર્યો.....પ્રયાસ કર્યો...પણ જેમ જેમ વોલ્યુમ વધારવાનો પ્રયાસ કર્યો તેમ અવાજ ઘોઘરો થતો ગયો અને હૌલે....હૌલે...હો જાયેગા પ્યાર સજની.....ની જેમ હૌલે....હૌલે....અવાજ બેસી જતાં છેવટે સભા વહેલી સંબોધીને બીજી સભા માટે જવા નિકળ્યાં. આમ એકાએક અવાજ બેસવાનું કારણ? યા તો ઘાંટા પાડી પાડીને બોલ્યા હોય .....યા તો કોઇને ઉંચા અને ખૂબ ઉંચા અવાજે ખખડાવ્યાં હોય.... તો જ એકાએક આ રીતે અવાજ ધબ્બ દઇને બેસી જાય. પણ વળી સવાલ એ કે કોને ખખડાવ્યાં? ટ્રમ્પને...ના ના પેલા ઉત્તર કોરિયાવાળા માથા ફરેલને? આખરે 9 પછી એવું શું બન્યું કે 10મીની સવારે અવાજ સાથ ના આપે? શું 9મીના ખાનગી રિપોર્ટ એવા આવ્યાં કે ગુજરાતનો સાથ હવે નથી? શું ગુજરાતના 89 બેઠકોના મતદારોએ અડીખમ ગુજરાતને બદલે નવ સર્જન ગુજરાતનો ઝંડો થામ્યો હોવાનું કોઇ પાર્ટી તારણ નિકળ્યું? ના..ના. તમે મને કહો કે આખરે એવું તે શું બન્યું કે દેશનો અવાજ બેસી ગયો....? દેશ એટલે સાહેબ અને સાહેબ એટલે દેશ. જેમ ઇન્દિરા યુગમાં કહેવાતું કે ઇન્દિરા એટલે ઇન્ડિયા અને ઇન્ડિયા એટલે ઇન્દિરા. અવાજ બેસવાનું કારણ શોધતા વિકાસને એવું જાણવા મળ્યું કે 18મી પછી ગાંધીનગરમાં ફરીથી કેસરિયો લહેરાય છે એવા પાકી માહિતી કોઇ લાવતાં તરત જ લાપસીના આંધણ મૂકાયા અને ખુશી ખુશીમાં સાહેબથી વધારે ખવાઇ ગઇ લાપસી અને પછી ઉપર પીધુ પાણી.. એમાં ધબ્બ દઇને અવાજ બેસી ગયો.. ભાઇઓ-બહેનો.... સાચુ કારણ આ છે. ના ના તમે મને કહો કે લાપસી પર પાણી પીવાય કે ના પીવાય..? (સહેજ મોટેથી) પાણી પીવાય કે ના પીવાય...? ભાઇઓ-બહેનો હું નાનો હતો ત્યારે બહુ લાપસી ખાતો હતો અને આ રીતે જ લાપસી પર પાણી પી લેતો અને પછી મારો અવાજ આ જ રીતે બેસી જતો હતો...જો જો પેલા પંજાવાળાની વાતોમાં આવતાં નહીં...!!!!!! બે હાથ ઉંચા કરીને મારી સાથે બોલો, ભા...ર...ત માતા કી જય...ધન્યવાદ.