-
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ઇલેકટ્રોનિક મીડિયાને સંબોધતા જણાવ્યું હતુ કે, આગામી તારીખ ૧૦ એપ્રિલ, ૨૦૧૯ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ જુનાગઢ અને સુરત-સોનગઢ ખાતે વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન ૧૦ એપ્રિલે સવારે ૯.૦૦ કલાકે જુનાગઢ ખાતે જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે તેમજ બપોરે ૧૨.૦૦ કલાકે સોનગઢ ખાતે બારડોલી લોકસભા અને નવસારી લોકસભા વિસ્તારની જનતાને સંબોધન કરશે. દરમ્યાનમાં સૂત્રોએ કહ્યું કે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર ઉપરાંત 23મીએ મતદાન માટે પણ અમદાવાદ આવશે અને રાણીપના મતદાન મથકમાં મતદાન કરશે.