વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વારાણસીમાં પોતાના ભાષણમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો નવો ઉપયોગ કર્યો હતો. અહીં પીએમ મોદી હિન્દીમાં ભાષણ આપી રહ્યા હતા અને તે જ સમયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્પીકર દ્વારા તેનું તમિલમાં લાઈવ ભાષાંતર કરવામાં આવી રહ્યું હતું. આ નવા પ્રયોગ પર પીએમ મોદીએ કહ્યું કે આ એક નવી શરૂઆત છે અને આશા છે કે તેનાથી તમારા લોકો સુધી પહોંચવામાં મારા માટે સરળતા રહેશે.આપને જણાવી દઈએ કે નમો ઘાટ પર હાજર તમિલનાડુના લોકોએ પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું. PM એ કહ્યું કે AI દ્વારા, તેઓ પહેલીવાર દેશના લોકો સાથે સાથે તમિલનાડુના 1400 લોકો સાથે જોડાઈ રહ્યા છે.