પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે બુધવારે 22 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે. વિદેસ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કાલે સવારે અમેરિકા (America)માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત ફરશે. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જશે. વિદેશ સચિવે જણાવ્યું કે પીએમ મોદી પ્રવાસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે પ્રથમ વ્યક્તિગત બેઠક, ક્વાડ લીડર્સ મીટ અને યૂએનજીએમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે.
શ્રૃંગલાએ જણાવ્યું કે પીએમ મોદી કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા આયોજીત કોવિડ-19 વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેશે. તેમણે જણાવ્યું કે 24 સપ્ટેમ્બરે દ્વિપક્ષીય બેઠકમાં પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેન ભારત-અમેરિકા સંબંધોની સમીક્ષા કરશે. બંને નેતા વેપાર અને નિવેશ સંબંધો, રક્ષા અને સુરક્ષા સહયોગને મજબૂત કરવા, સ્વચ્છ ઉર્જા ભાગીદારીને વધારવા વિશે ચર્ચા કરી શકે છે.