વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટ કરીને ભારે ચર્ચા જગાવી છે. તેમણે આજે (સોમવારે) મોડી સાંજે એક ટ્વીટ કરીને સોશિયલ મીડિયા છોડવાની વાત કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આ રવિવારે વિચારી રહ્યો હતો કે મારા ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા અકાઉન્ટ છોડી દઉં. તમને તેના વિશે માહિતી આપીશ.
આ ટ્વીટ બાદ યુઝર્સે પણ સવાલોનો મારો ચલાવ્યો હતો. જણાવી દઈએ કે, ટ્વીટર પર નરેન્દ્ર મોદીના 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડથી વધુ જ્યારે Facebook પર 4 કરોડથી વધારે ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેમની ચેનલને ચાલીસ લાખથી વધારે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે.