અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પહેલો પ્રવાસ છે એવામાં ભારતમાં તેમના સ્વાગત માટે ઘણી તૈયારીઓ થઈ ગઈ છે.
ટ્રમ્પ બપોરે 11.30 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગ્ત કરવામાં આવશે. ત્યાર બાદ PM મોદી અને ટ્રમ્પ ઈન્ડિયા રોડ શોમાં ભાગ લેશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. તો મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પણ હાજર રહેશે. અને અહીં 1 લાખથી વધુ લોકોને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ ટ્વીટ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ આવતાં પહેલાં એક વીડિયો શેર કર્યો હતો. જેને રીટ્વીટ કરીને PM મોદીએ લખ્યું કે, ભારત તમારા આગમનની આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યું છે. તમારી મુલાકાતથી આપણા દેશો વચ્ચેની મિત્રતા જરૂરથી વધારે ગાઢ બનશે.