વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં લોક કલ્યાણ માર્ગનાં મેટ્રો સ્ટેશનથી વિશ્વ વિદ્યાલય સ્ટેશને મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. યુનિવર્સિટીના આ શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આશિર્વચન આપવા મળેલાં આમંત્રણના પગલે મેટ્રો દ્વારા તેમણે કરેલી મુસાફરી દરમિયાન તેઓએ સહપ્રવાસી વિદ્યાર્થીઓ સાથે ખુલ્લાં મને વાતચીત કરી હતી. તેઓના પ્રશ્નો જાણ્યા હતા. અભ્યાસ વિષે પણ ખાસ કરીને પૂછ્યું હતું.