દુનિયાની સૌથી મોટી મહાસત્તા ભલે અમેરિકા હોય પણ જ્યારે વાત સૌથી શક્તિશાળી નેતાની આવે છે તો ભારતના વડાપ્રધાન મોદી સૌથી આગળ રહે છે. મોર્નિંગ કન્સલ્ટ તરફથી જાહેર કરાયેલી ગ્લોબલ લીડર એપ્રૂવલ લિસ્ટમાં પીએમ મોદીએ ફરી એક વાર ટોચનું સ્થાન મેળવ્યું છે. પીએમ મોદીને 76 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. જ્યારે 61 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રેડોર આ યાદીમાં બીજા ક્રમે છે.