તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઇદ્રિસ અલીએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, પીએમ મોદીએ પણ એક દિવસ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે જેવી સ્થિતિનો સામનો કરવો પડશે. નોંધપાત્ર વાત એ છે કે, શ્રીલંકામાં કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે તેમણે પોતાની ઓફિસ છોડીને ભાગી જવું પડ્યું હતું. ત્યાં જનતા ખૂબ આક્રોશમાં છે અને શનિવારે લોકો રાષ્ટ્રપતિ પર રાજીનામાની માગ કરતા તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. આ દરમિયાન લોકોએ ગોટા ગો હોમના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન વિક્રમ રાનલસિંઘના ખાનગી નિવાસ સ્થાન પર આગ ચાંપી દીધી હતી.