વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 7મી તારીખે સૂરતની મુલાકાતે આવી રહ્યાં છે. 7મી માર્ચે PM મોદી લીંબાયત ખાતે આવેલ નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યકમમાં ઉપસ્થિત રહેશે. રાત્રી રોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે કરશે. 8 માર્ચે નવસારી ખાતે યોજાનારા કાર્યકમમાં હાજરી આપી દિલ્હી જવા રવાના થશે.