PM મોદી આજથી 2 દિવસ જમ્મૂ કાશ્મીરના પ્રવાસે છે. 1500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 84 જેટલી પરિયોજનાઓનો તે આરંભ કરાવશે. આજે સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં યુવાઓ સાથે સંવાદ કરશે. આવતીકાલે શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. PM મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. PMની મુલાકાતને લઇને શ્રીનગરમાં સુરક્ષાદળોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.