દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન કેવડિયાના પ્રવાસે છે. જેના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ માટે બંધ રહેશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે.
30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે અને 30 ઓક્ટોબરની સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અપાશે.