PM મોદી આજે ગોરખપુર અને પ્રયાગરાજની મુલાકાતે પહોંચ્યા છે. મહત્વનું છે કે, ગોરખપુરથી આજે તેઓ ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરશે. સાથે જ અહીં ચાલી રહેલાં રાષ્ટ્રીય ખેડૂત અધિવેશનનું સમાપન કરશે. ત્યાંથી તેઓ પ્રયાગરાજ જશે અને પ્રયાગરાજમાં કુંભમાં ડૂબકી લગાવશે. અહીં ત્રિવેણી પૂજનની સાથે જ વડાપ્રધાન અક્ષયવટ અને સરસ્વતી કૂપના દર્શન પણ કરશે.
ગોરખપુરમાં મોદી એક રેલી પણ સંબોધિત કરશે. સાથે જ હોસ્પિટલમાં આયુષ વિંગ અને સુગર મિલનું લોકાર્પણ પણ કરશે. મોદી લગભગ બે કલાક ગોરખપુરમાં રહેશે. મહત્વનું છે કે, PM મોદી અહીં દેશની સૌથી લાંબી એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તેની લંબાઈ 1987 કિલોમીટર હશે. આ પાઈપલાઈન ગોરખપુરથી અમદાવાદ, ઉજ્જૈન, ભોપાલ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને લખનઉ થઈ ગોરખપુર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયા ખર્ચ થશે. જો કે હજુ તે નથી જણાવાયું કે યોજના ક્યાં સુધીમાં પૂરી થશે. હાલમાં સૌથી લાંબી ગેસ પાઈપલાઈન ગુજરાતના જામનગરથી લોની (ગાઝિયાબાદ) સુધી જાય છે જેની લંબાઈ 1,415 કિલોમીટર છે.