દેશને આજે ગંગા વિલાસ ક્રૂઝના રુપમાં એક નવી ભેટ મળવાની છે. આજે પીએમ નરેન્દ્ર મોદી વીજિયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં ગંગા નદીના કિનારે દુનિયાની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસને લીલી ઝંડી આપશે. આ સાથે એક ટેંટ સીટીનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમઓના કાર્યાલયના જણાવ્યા મુજબ આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી 1000 કરોડ કરતા પણ વધારે રુપિયાની અન્ય જળમાર્ગ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે.