વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈને બે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે. એક વંદે ભારત મુંબઈથી સાઈનગર શિરડી અને બીજી મુંબઈથી સોલાપુર સુધી દોડશે. PM છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર-18 પરથી બંને હાઈસ્પીડ ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેન મુંબઈથી શિરડીથી સાંઈબાબા અને મુંબઈથી પંઢરપુર જતા શ્રદ્ધાળુઓ માટે વરદાન સાબિત થશે.