દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થયો છે. કોરોના સંક્રમણના અનેક રાજ્યોમાં રેકોર્ડ મામલા આવી રહ્યા છે, જેને લઈ અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક રાજ્યોએ જે જિલ્લામાં કોરોનાનું વધારે સંક્રમણ છે તેવા જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન, જનતા કર્ફ્યુ અમલી બનાવ્યા છે. મીટિંગમાં અનલોક-3ને લઈ ચર્ચા થઈ શકે છે.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. 27 જુલાઈએ રાજ્યોના સીએમ સાથે પીએમની વર્ચુઅલ મીટિંગ થશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર રહેશે.
રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે.
અગાઉની બેઠકોમાં પીએમ મોદીએ જીવન અને આજીવિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 17 જૂને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન જરૂરિયાતો અને ભાવિ આવશ્યકતાઓ બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની જરૂર છે.