દેશમાં કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવેલું છે ત્યારે PM મોદીએ કેટલાક પૂર્વ ધારાસભ્યોને ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. તેમાંના એક ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલ હતા. PM મોદીએ કોરોનાના માહોલમાં નારણકાકા સાથે વાત કરી હતી જેનો ઑડિયો વાયરલ થયો હતો. શરૂઆતમાં નારણકાકા PM મોદીનો અવાજ ઓળખી શક્યા ન હતાં અને પૂછ્યું હતું કોણ બોલો છો?
PM મોદીએ આજે ઊંઝાના 83 વર્ષીય પૂર્વ ધારાસભ્ય નારણ પટેલને ફોન કર્યો હતો. ફોનમાં કાકાએ પૂછ્યું કોણ બોલો, ત્યાર સહજ રીતે PM મોદીએ કહ્યું, લો આવું કરવાનું નારણ કાકા, મારું નામ છે નરેન્દ્ર મોદી..અને બંને ખૂલીને હસી પડે છે. કોરોનાનો ઉલ્લેખ કરતા નારણ કાકાએ PM મોદીના પગલાના વખાણ કર્યા અને કહ્યું આપણે બચી ગયા.. હું આવું પણ કાકીના રોટલા મળતા નથી ને. PM મોદીએ કાકાને ઢીંચણની તકલીફને લઈને હાલચાલ પૂછ્યા હતા. બંનેએ એકમેકની તબિયત સાચવવા પણ કહ્યું અને ફોન મૂકી દીધો.