Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસ સાથે ફોન પર વાત કરી. આ પહેલા બાઇડનની જીત પર પીએમ મોદી ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી ચૂક્યા છે. મંગળવારે પીએમએ બાઇડન સાથે ફોન પર વાત કરી અને તેમણે કહ્યું કે અમે ભારત-અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની અમારી દ્રઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. અમે વહેંચાયેલ પ્રાથમિકતા અને ચિંતાઓ પર ચર્ચા કરી. કોવિડ -19, જળવાયુ પરિવર્તન અને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ જેવા મુદ્દાઓ પર અમે વાત કરી હતી.
વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ જીત બદલ અભિનંદન આપ્યા હતા. પીએમએ ટ્વિટર પર લખ્યું, "તેમની સફળતા ભારત-અમેરિકન સંબંધો માટે એક ગર્વ અને પ્રેરણાનો વિષય, જે ભારત-અમેરિકાના સંબંધો માટે એક મહત્વનો સ્ત્રોત છે."
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ