Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય 99 વર્ષીય રત્નાબાપા ઠુંમરે 17 એપ્રિલના રોજ કલેક્ટર કચેરીએ પોતાના મરણમૂડીના 51 હજાર કોરોના સામેની લડાઇમાં મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કર્યા હતા. હવે રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહી ન શક્યા અને આજે જૂનાગઢ રહેતા રત્નાબાપાના દીકરાને ફોન કરી વાત કરી હતી. PM મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો? તો બાપાએ કહ્યું યાદ તો કરીએ ને. આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. ત્યારે PM મોદીએ કહ્યું હતું કે, બાપા અમે તમને બહુ જ યાદ કરીએ છીએ. સાથે જ વાતચીતમાં PM મોદીએ રત્નાબાપાને પૂછ્યું હતું કે હું તમારા ઘરે આવતો હતો યાદ છે કે નહીં? PM મોદીએ રત્નાબાપાના સંતાનો વિશે પણ પૂછ્યું હતું. અને છેલ્લે બાપાને પ્રણામ કહેજો કહીંને ફોન મુક્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ