વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ આયુષ્યમાન ભારત જે મોટાભાગે મોદી કેર તરીકે ઓળખાય છે તેની સફળતા અંગે વડાપ્રધાન મોદીએ સંતોષ વ્યક્ત કરતાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાન જન ઔષધી પરિયોજના અંતર્ગત દેશભરમાં 3600થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 700થી વધુ જેનરિક દવાઓ અત્યંત સસ્તી કિંમતે સામાન્ય નાગરિકને મળે છે.