પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓએ પહેલી વાર ફોન પર વાત કરી. આ ફોન કોલમાં બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા થઈ હતી.
20 જાન્યુઆરીએ અમેરિકન સરકારના આમંત્રણ પર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ટ્રમ્પ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ ગયા હતા.