વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. જેમાં પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ બાંગ્લાદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેની જવાબદારી ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી છે.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બાંગ્લાદેશના ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી, તેમજ ભારત આ સ્થિતિને કેવી નજરે જોઈ રહ્યો છે, તે અંગે પણ જણાવ્યું હતું.