આજે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર દિવસે કોરોના વોરિયર્સના સન્માન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થશે. વીડિયો કોન્ફરન્સની મદદથી PM મોદી કોરોના વોરિયર્સને બિરદાવશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનના અનુસાર, PM મોદી ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા સમારોહમાં ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ફેડરેશન (IBC) ના સહયોગથી, સંસ્કૃતિ મંત્રાલય વિશ્વભરના બૌદ્ધ સંગઠનોના સર્વોચ્ચ વડાઓની ભાગીદારીથી વર્ચુઅલ પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.
આ કાર્યક્રમ કોરોનાની લડાઈમાં પહેલી હરોળના વોરિયર્સ માટે આયોજિત કરાયો છે. કાર્યક્રમમાં કોરોના પીડિત દર્દીઓને પણ યાદ કરવમાં આવશે. આંતરરાષ્ટ્રીય બૌધ મહાસંઘના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ આભાસી પ્રાર્થના સમારોહનું પવિત્ર ગાર્ડન લુમ્બિની, મહાબોધિ મંદિર, બોધ ગયા, મૂળગંધ કુતી વિહાર, સારનાથ, પરિણીરવ સ્તૂપ, કુશીનગર, અને અનુરાધાપુરા સ્તંભમાં રૂવાનવેલી મહા સેયા, બૌધનાથ, સ્વયંભૂ, નમો સ્તૂપથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.