વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી માર્ચે ત્રિપુરામાં ભાજપ અને તેના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT)ના ગઠબંધનની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. તાજેતરમાં પૂર્ણ થયેલી ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાંથી ત્રિપુરામાં ભાજપે કુલ 60 બેઠકોમાંથી 32 બેઠકો જીતી હતી જ્યારે તેના સહયોગી IPFTએ એક બેઠક જીતી હતી. બીજી તરફ મેઘાલય અને નાગાલેન્ડમાં નવી સરકારોનો શપથ ગ્રહણ સમારોહ 7 માર્ચે યોજાશે. જેમાં પીએમ મોદી પણ ભાગ લેશે