-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે 18મી એપ્રિલે લંડનના ઐતિહાસિક વેસ્ટ મિંસ્ટર હોલમાં કરેલા સંબોધન ભારતમાં કઠુઆ-ઉન્નાવના દુષ્કર્મ બનાવો સામે જાગેલા પ્રજાકીય રોષ અને વિપક્ષ દ્વારા કરાયેલી આલોચના અંગે કહ્યું કે રેપની ઘટનાઓમાં રાજનીતિ હોવી ના જોઇએ. આવી ઘટનાઓનું રાજકીયકરણ કરવું યોગ્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ બાબતમાં પડતા નથી કે આ સરકારમાં કેટલા રેપના બનાવો બન્યા, અગાઉની સરકારમાં કેટલા બનાવો બન્યા તેની ગણતરીમાં ક્યારેય પડ્યો નથી. મોદીએ લંડનમાં જે કહ્યું તેના અનુસંધાનમાં એક અખબારે 2014માં લોકસભાની ચૂંટણીઓ વખતે મોદી રેપની ઘટનાઓ અંગે શું બોલતા હતા તે વિડિયો અને તેમના શબ્દો ટાંક્યા છે જેમાં મોદી એમ બોલતા સંભળાય છે કે રોજ સવારે ટીવી ચાલુ કરીએ તો બળાત્કારની ઘટનાના સમાચાર હોય છે. દિલ્હીમાં બળાત્કારની રોજ ઘટના બને છે. મા-દિકરાની સરકાર જવાબ આપે...!! અખબાર લખે છે કે કોંગ્રેસના શાસનમાં મોદીએ આવી ઘટનાઓનો રાજકીય ઉપયોગ કર્યો હતો અને હવે વિદેશમાં એમ કહે છે કે તેઓ આવી ઘટનાઓમાં રાજનીતિ કરવામાં માનતા નથી.