વડાપ્રધાન મોદીએ એ ગાંધીજીની 150મી જયંતીના અવસરે દેશભરના 10,000 સરપંચોનું એક સંમેલન સંબોધ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અષ્ટકોણીય આકારની સ્ટૅમ્પ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. મહાત્માગાંધીજીની 150મી જન્મજયંતી અંતર્ગત 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છાગ્રહી સરપંચોને તેમના ઉતકૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દેશને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ તરીકે જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સફળતા 125 કરોડ દેશવાસીઓની સફળતા છે. આજે હું 130 કરોડ ભારતીયોને આહવાન કરૂ છું કે પ્રત્યેક દેશવાસીઓ એક એક સંકલ્પ લે, આગામી એક વર્ષ સુધી દરેક ભારતીય સંકલ્પ લે અને ગાંધીજીના રાષ્ટ્રવાદ પર આગળ વધે.
ખુલ્લામાં શૌચથીમુક્ત ભારત
પીએમ મોદીએ કહ્યું, 'આ સાબરમતીના કિનારે જ બાપુને પ્રેરણા મળી હતી. આ રિવરફ્રન્ટ પર આ કાર્યક્રમનું આયોજન થવું મારા માટે બમણી ખુશીનો અવસર છે. આજે ગ્રામિણ ભારતે અથાક પ્રયત્નો થકી ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યુ છે.
પી.એમ. મોદીએ કહ્યું આજે જે સફળતા આપણે હાંસલ કરી તે ફક્ત એક માત્ર પડાવ હતો. આપણે શૌચાલયના નિર્માણ કર્યા છે હવે દેશના એક મોટા વર્ગની આદતમાં આપણે બદલાવ કરવાનો છે. શૌચાલયનો ઉચિત ઉપયોગ થાય તે આપણે જોવું રહ્યું. જેમને હજુ પણ આ સુવિધા ન મળતી હોય તેને શૌચાલયનો લાભ અપાવો.
સિંગલયૂઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ
આપણે સંકલ્પ લેવાનો છે કે દેશમાં સિંગલયૂઝ પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ કરવાનો છે. મને જણાવાયું છે કે પ્લાસ્ટિકની કૅરી બૅગનો ઉપયોગ ઘટી રહ્યો છે. કરોડો લોકોએ સંકલ્પ લીધો છે. જે પ્લાસ્ટિકનો એક વાર ઉપયોગ કરી ફેંકી દઈએ છીએ એવા પ્લાસ્ટિકથી દેશને મુક્ત કરવાનો છે.
રાષ્ટ્રવાદી થયા વગર આંતરાષ્ટ્રીયવાદી ન થઈ શકાય
પી.એમ. મોદીએ કહ્યું કે ગાંધીજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી થયા વગર આંતરાષ્ટ્રીયવાદી ન થઈ શકાય આપણે આપણી સમસ્યાઓનું સમાધાન કરીએ તો બીજાની સમસ્યાનું સમાધાન ન લાવી શકીએ. આ જ માર્ગે ચાલતાં બાપુના સ્વપ્નનું ભારત સૌનૌ સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે ચાલીશું. રાષ્ટ્રપિતાના મુલ્યોને પ્રતિસ્થાપિત કરવા રાષ્ટ્રવાદના સંકલ્પને સિદ્ધ કરવાનો દરેક ભારતવાસી સંકલ્પ કરે
એક ભારતીય એક સંકલ્પ
પી.એમ. મોદીએ રિવરફ્ન્ટપરથી 130 કરોડ દેશવાસીઓને આહવાન કર્યુ હતું કે પ્રત્યેક ભારતીય એક સંકલ્પ લે. આજથી શરૂ કરી આગામી એક વર્ષ સુધી આપણે નિરંતર આ દિશામાં કામ કરવાનું છે. પ્રત્યેક ભારતીય એક સંકલ્પ કરે 130 કરોડ સંકલ્પજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ મળશે.