વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોટું નિવેદન આપ્યું છે. જેરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામતના પૉડકાસ્ટ ઇન્ટરવ્યુંમાં પીએમ મોદીએ કહ્યું કે 'હું પણ મનુષ્ય છું કોઇ ભગવાન નથી. ભૂલો મારાથી પણ થાય છે. તેમણે કહ્યું કે રાજકારણમાં મિશન લઇને ઉતરવું જોઇએ મહત્વાકાંક્ષા નહી. રાજકારણમાં સતત સારા લોકો આવતા રહેવા જોઇએ. પીએમ મોદીએ દુનિયાના તમામ દેશોની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમે સતત કહ્યું છે કે અમે તટસ્થ નથી. હું શાંતિના પક્ષમાં છું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મારા માટે આ પહેલો પૉડકાસ્ટ ઇન્ટરવ્યું છે.