વડાપ્રધાન નરેન્દ્ર મોદી AI શિખર સંમલેનમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચી ગયા છે. પેરિસ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તેમને ગાર્ડ ઑફ ઑનર અપાયું છે. તેઓ એરપોર્ટ પરથી સીધા હોટલ પર જવા રવાના થયા છે. પીમ મોદી જ્યારે એરપોર્ટ પરથી હોટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ભારતીય મૂળના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું છે. વડાપ્રધાને પણ તેમનું અભિવાદન કર્યું છે.