કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE) અને કુવૈત (Kuwait)ની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ખાડીના આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવે.