મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પુણે મુલાકાત રદ કરી છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાય છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ઠપ થયુ છે. વડાપ્રધાન મોદી ગુરૂવારે આ રાજ્યની મુલાકાત લેવાના હતા. તેઓ પુણે મેટ્રો ટ્રેનમાં શુભારંભ સાથે રૂ. 22600 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. જો કે, ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો.