વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીની મુલાકાતે પહોંચ્યા છે. અહીં અંબાજીમાં પીએમ મોદીના રોડ શો યોજાયો છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. PMના કાર્યક્રમને લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે રોડ શો દરમિયાન પીએમ મોદીએ હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલ્યું છે. દાંતામાં ફુલ વરસાવી PM મોદીના કાફલાનું સ્વાગત કર્યું છે. રસ્તાની બંન્ને તરફ લોકોની ભીડ ઉમટી પડી છે. સાથે જ રોડ શો દરમિયાન 'મોદી મોદી'ના નારા ગૂંજી ઉઠ્યા હતા. થોડા સમયમાં જ પીએમ મોદી સભા સ્થળે પહોંચશે.