Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ આજે ખેડૂતોને સંબોધન કર્યું. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવેલા આ સંબોધનમાં પીએમ મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. 
પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોના જીવનમાં ખુશી, આપણા બધાના જીવનમાં ખુશી વધારે છે. આજનો દિવસ તો ખુબ જ પાવન પણ છે. ખેડૂતોને આજે જે સન્માન નિધિ મળી છે તેની સાથે જ આજનો દિવસ અનેક અવસરોનો સંગમ બનીને આવ્યો છે. આજે મોક્ષદા એકાદશી છે, ગીતા જયંતી છે. આજે જ ભારત રત્ન મહામના મદનમોહન માલવીયજીની જયંતી પણ છે. આજે જ આપણા પ્રેરણા પુરુષ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની પણ જન્મજયંતી છે. તેમની સ્મૃતિમાં આજે દેશ ગુડ ગવર્નન્સ ડે પણ ઉજવી રહ્યો છે. તેમણે કહ્યું કે આજે દેશના 9 કરોડથી વધુ ખેડૂત પરિવારના બેન્ક ખાતામાં એક જ ક્લિક પર 18 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. જ્યારથી આ યોજના શરૂ થઈ છે ત્યારથી 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં પહોંચી ચૂક્યા છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ