વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનેશન માટે CoWIN સર્ટિફિકેટ્સમાં નોંધનીય ફેરફાર કર્યો છે. CoWIN સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટો દૂર કરવામાં આવી છે. અગાઉ આ સર્ટિફિકેટમાં ગંભીર કોરોના વાયરસ સામે ભારતનો સામૂહિક ઉકેલના સંદેશ સાથે મોદીની ફોટો દર્શાવવામાં આવતી હતી. જેમાં સંદેશ હતો કે, ‘ભારતે એકસાથે મળી કોવિડ-19ને હરાવ્યો.’
જો કે, કોવિશિલ્ડની આડઅસર થવાની વાત એસ્ટ્રેજેનેકા દ્વારા સ્વીકારવામાં આવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફોટો કોવિન સર્ટિફિકેટમાંથી દૂર કરવામાં આવી છે. યુકેની કોર્ટમાં એસ્ટ્રેઝેનેકાએ સ્વીકાર્યું હતું કે, કોવિશિલ્ડથી ઘણા લોકોમાં થ્રોમ્બોસિસ વીથ થ્રોમ્બોસિટોપેનિયા સિન્ડ્રોમ (TTS)નો ભોગ બની રહ્યા છે. આ બિમારીથી લોહીની ગાંઠો થાય છે.