કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાનના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે હીરા બાના અવસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. માતાના અવસાનથી વ્યક્તિના જીવનમાં એવી ખાલીપો આવી જાય છે, જેને ભરવો અશક્ય છે. તેમણે આ દુઃખની ઘડીમાં વડાપ્રધાન અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.