સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જયંતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને નમન કર્યા. આજે દેશ રાષ્ટ્રીય એક્તા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આ અવસરે એક રેકોર્ડેડ વીડિયો મેસેજ દ્વારા દેશને સંબોધન કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય એક્તા દિવસ પર દેશવાસીઓને ખુબ ખુબ શુભકામનાઓ. એક ભારત શ્રેષ્ઠ ભારત માટે જીવનની દરેક પળ જેણે સમર્પિત કરી, એવા રાષ્ટ્ર નાયક સરદાર વલ્લભભાઈ પટેલને આજે દેશ પોતાની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આજે દેશભરમાં એક્તાનો સંદેશ લઈને આપણા ઉર્જાવાન સાથીઓ આગળ વધી રહ્યા છે. ભારતની અખંડિતતા પ્રત્યે આપણે દેશના ખૂણે ખૂણે થઈ રહેલા રાષ્ટ્રીય એક્તા દિવસના આયોજનને જોઈ રહ્યા છીએ.