હિન્દુઓના સૌથી મોટા દિવાળીના તહેવારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ધનતેરસના પ્રસંગે રોજગાર મેળાનો શુભારંભ કર્યો અને પહેલા જ દિવસે ૭૫,૦૦૦ લોકોને નિમણૂક પત્ર આપ્યો હતો. આ રોજગાર મેળા મારફત સરકારનું લક્ષ્ય આગામી ૧.૫ વર્ષમાં દેશભરમાં વિવિધ સરકારી વિભાગોમાં ૧૦ લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું છે. આ રોજગાર મેળા હેઠળ એસએસસી, યુપીએસસી, રેલવે જેવા વિવિધ સરકારી વિભાગો તબક્કાવાર આ ભરતીઓ પૂરી કરશે.