અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદી દેશના અનેક મંદિરોમાં જઈને દર્શન કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં તેઓ તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન તેમણે રામેશ્વરમમાં અંગી તીર્થ સમુદ્ર કિનારે પવિત્ર ડૂબકી લગાવી હતી. ત્યારબાદ તેમણે ભગવાન રામનાથસ્વામીના મંદિરમાં પૂજા કરી હતી. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.