સુરતમાં એક આઈસ્ક્રીમ પાર્લરે અનોખા અંદાજમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી જીતનો જશ્ન મનાવી રહ્યા છે. સુરતના પેરોલ પ્લાઇંટ પર સરગમ કોમ્પ્લેક્સમાં એક આઈસ્ક્રીમ પાર્લર PM મોદીના ચહેરાવાળી ફ્લેવરમાં કુલ્ફી વેચી રહ્યું છે. આ કુલ્ફી હાલ સીતાફળ અને કેરીના સ્વાદમાં મળી રહી છે.
જણાવી દઈએ કે આ સ્પેશ્યિલ કુલ્ફી 30 મે સુધી પાર્લર પર મળશે. 30 મેના રોજ નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે. આ ખુશીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આ કુલ્ફી પર રાખવામાં આવ્યું છે. આમ જોવા જઇએ તો કુલ્ફીની કિંમત 280 રૂપિયા છે, પરંતુ 30 તારીખ સુધી આ કુલ્ફી 140 રૂપિયામાં ગ્રાહકોને મળશે.